રાજકોટ ડિવિઝનની 2 જોડી ટ્રેનોને વડોદરાને બદલે છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેનો હવે વડોદરા નહીં જાય. આનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ અને કંજક્સન માં થવાવાળા સમયની બચત થશે. રાજકોટ ડિવિઝન ના સીનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 25 માર્ચથી વિરમગામ સ્ટેશન પર 20 કલાકે, અમદાવાદ 21:25 કલાકે, નડિયાદ 22:29 કલાકે અને 23:30 કલાકે છાયાપુરી સ્ટેશન પહોંચશે અને ગુવાહાટી જવા માટે પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ તા. 24 માર્ચથી આણંદ સ્ટેશન પર 00:30 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 01:07 કલાકે પહોંચશે અને વારાણસી જવા માટે પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 28 માર્ચ, 2022 થી છાયાપુરી સ્ટેશન પર 11:35 કલાકે, નડિયાદ 12:26 કલાકે તથા 13:50 કલાકે અમદાવાદ પોહોચીને ઓખા જવા માટે પ્રસ્થાન કરશે. અમદાવાદ અને ઓખા વચ્ચે આ ટ્રેનના સ્ટોપેજ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેન નંબર 22970 વારાણસી-ઓખા એક્સપ્રેસ 26 માર્ચ, 2022 થી છાયાપુરી સ્ટેશન પર 19:56 કલાકે, આણંદ 20:41 કલાકે ઉપડશે અને અમદાવાદ 22:20 કલાકે પોહોચી ઓખા પ્રસ્થાન કરશે. અમદાવાદ અને ઓખા વચ્ચે આ ટ્રેનના સ્ટોપેજ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.