ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ ગાંધીનગરની તા. 12ના રોજ વડોદરા મુકામે ગુજરાત રાજ્યની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ રાજ્યકક્ષાના પ્રમુખ તરીકે અનિલભાઇ બાબરીયાની બિનહરીફ વરણી થઇ છે. મહામંત્રી તરીકે કનુભાઇ સોલંકી (વડોદરા) તેમજ કાર્યવાહક મહામંત્રી તરીકે દિપેશભાઇ સોલંકી (ગાંધીનગર)ની સર્વાંનુમત્તે વરણી થતાં બિનહરીફ તરીકે ચૂંટાયેલ જાહેર કરી સર્વે જિલ્લાના પ્રમુખ તેમજ મંત્રીઓએ વધાવી અને સરકારી કર્મચારીઓના પ્રશ્ર્નોનો ઝડપી નિકાલ કરી ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ પાઠવી હતી.