જામજોધપુર તાલુકાના મોટી ભરડકીના સીમ વિસ્તારમાંથી પોલીસે બીયરના 20 ટીન સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ભરડકી ગામના સીમ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે પીએસઆઈ કે.વી.ઝાલા તથા સ્ટાફે વોચ ગોઠવી અને ભાવેશ રામજી સોરઠીયા, વિજય ચંદુલાલ જોશી અને અજય શાંતિભાઈ મહેતા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતના બીયરના 20 નંગ ટીન સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા ભાવેશ પાસેથી વિજય અને અજય નામના બન્ને શખ્સો બિયરનો જથ્થો લેવા આવ્યા ત્યારે પોલીસે ઝડપી લીધા હતાં.