રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૬૩.૯૩ સામે ૫૮૦૩૦.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૨૨૯.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૯૮.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૧.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૨૯૨.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૨.૦૫ સામે ૧૭૩૩૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૩૦.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૪.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૬૭.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆત પોઝીટીવ થયા બાદ મધબપોરે બેંચમાર્ક ઈન્ડાયસિસમાં ઉછાળે વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુક્રેન – રશિયા યુદ્વ વકરતાં વૈશ્વિક પરિસ્થિતિ વણસી રહી હોઈ રશિયાના ઓઈલના પુરવઠા પર પણ અમેરિકા, નાટો દેશો દ્વારા પ્રતિબંધ વચ્ચે મોંઘવારી – ફુગાવામાં અસાધારણ વધારો તોળાઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. ફંડોની આજે શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી.
વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ અને રશિયા – યુક્રેન યુદ્ધને પગલે પણ વૈશ્વિક શેરબજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ હાલ ૧૦૫ ડોલરની સપાટી પર સ્થિર છે, ત્યારે રશીયા – યુક્રેન વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન હજુ જોખમી પરિબળ હજુ યથાવત છે. આ જોખમી પરિબળો વચ્ચે સ્થાનિક સ્તરે યુટિલિટીઝ, પાવર અને એફએમસીજી શેરોમાં મોટાપાયે વેચવાલી સાથે બેંકિંગ – ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ તેમજ આઇટી – ટેક શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૮.૩૮ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેઝિક મટિરિયલ્સ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૧ અને વધનારની સંખ્યા ૧૫૫૦ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો – ટ્રેડરોની સંખ્યા ઝડપથી વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા ૧૦ કરોડના માઇલસ્ટોનને કુદાવી ગઇ છે. છેલ્લા ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે. નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનું એક કારણ એલઆઇસીનો આઇપીઓ પણ હોવાનું મનાય છે. આ મેગા આઇપીઓમાં તેના વીમા પોલિસીધારકોને ૧૦% જેટલુ ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં એલઆઇસી પોલિસીધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે. બીએસઇની આંકડા મુજબ ૧૫ ડિસેમ્બર તેના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા ૯ કરોડ હતી જે ૧૬ માર્ચના રોજ ૧૦ કરોડને વટાવી ગઇ છે. વર્ષ ૨૦૦૮માં બીએસઇના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા પહેલીવાર ૧ કરોડે પહોંચી હતી. આમ છેલ્લા ૧૪ વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં ૧૦ ગણી વધીને ૧૦.૦૮ કરોડ થઇ છે.
દેશમાં મણિપુર, મધ્યપ્રદેશ, લક્ષ્યદ્વીપ, ઓરિસ્સા, અસમ અને અરુણાંચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યામાં ૧૦૦ થી ૩૦૦%નો વધારો થયો છે. જેમાં અસમમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ ૨૮૬% વધી છે જ્યારે સમગ્ર દેશમાં ૫૮%ની વૃદ્ધિ થઇ છે. મધ્યપ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં ૧૦૯%, છત્તીસગઢમાં ૭૭%, બિહારમાં ૧૧૬%, રાજસ્થાનમાં ૮૪.૮% અને ઉત્તરપ્રદેશમાં ૮૪% રોકાણકારો વધ્યા છે. જો સૌથી વધારે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ ધરાવતા રાજ્યોની વાત કરીયે તો મહારાષ્ટ્ર મોખરે છે અને ત્યાં ૨.૦૬ કરોડ રોકાણકારો છે જે કુલ સંખ્યાના લગભગ ૨૧% છે. ગુજરાત ૧.૦૧ કરોડ કે ૧૧% રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે બીજા ક્રમે છે. આગામી દિવસોમાં સ્થાનિક ફંડો સાથે ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના પ્રબળ સંજોગો હોવાથી ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી શકે છે.
તા.૨૨.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૧.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૧૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૨૩૨ પોઈન્ટ થી ૧૭૨૭૨ પોઈન્ટ ૧૭૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૦૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૧.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૬૧૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૬ પોઈન્ટ થી ૩૫૮૦૮ પોઈન્ટ, ૩૫૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઈન્ફોસિસ લિ. ( ૧૮૬૨ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૨૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- કોટક બેન્ક ( ૧૭૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- મુથુત ફાઈનાન્સ ( ૧૩૫૭ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૭૩૬ ) :- મરીન પોર્ટ & સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૬૦૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૬ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૦ થી રૂ.૨૪૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૯૫૯ ) :- રૂ.૧૯૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૩૦ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ઈન્ડીગો ( ૧૮૨૨ ) :- એરલાઇન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટેક મહિન્દ્ર લિ. ( ૧૪૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૫૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૭૨૯ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )