જામનગર જિલ્લાના પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લાં ચાર વર્ષ થી અપહરણ તથા પોકસોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ રાજકોટ જિલ્લાના લોધીકા ખાતેથી ઝડપી લઇ પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.
મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો ગુલાબ પુંજા અજનાર નામનો શખ્સ રાજકોટ જિલ્લાના લોધીકા ખાતે હોવાની હેકો.ભરતભાઇ ડાંગર તથા સલીમભાઇ નોયડાને મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચના અને એલસીબીના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ બી.એમ.દેવમુરારી, હેકો લખધીરસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. મહિપાલભાઈ સાદીયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના હેકો.નિર્મળસિંહ એસ. જાડેજા તથા બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી ગુલાબ પુંજા અજનારને લોધીકા ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.