ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આ વિભાગો દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ નાગરિકોમાં રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ખેલ મહાકુંભનું 2022માં કુલ 29 રમતો સામેલ છે. જેમાં 30 કરોડથી વધુના ઈનામો વિતરણ થશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ સામેલ છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ વાક્યને સિદ્ધ કરશે.
જામનગરમાં ખેલ મહાકુંભ અન્વયે ઝોન કક્ષાની ચેસ સ્પર્ધાનો જી.એસ.ગોસરાણી કોલેજ (હરિયા કોલેજ) ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભ-ર0રર અન્વયે જામનગર શહેરની ઝોનકક્ષા ચેસ સ્પર્ધાની તારીખમાં ફેરફાર થયા હતા. જેને લઇને ખેલ મહાકુંભ – ર0રર અન્વયે ઝોન-1ની સ્પર્ધા 20 માર્ચના રોજ જી.એસ.ગોસરાણી કોલેજ (હરિયા કોલેજ) ખાતે યોજાય હતી. ત્યારે ઝોન-રની સ્પર્ધા આજરોજ યોજાશે અને ઝોન -3, 4ની સ્પર્ધા તા. 22 માર્ચ 2022ના રોજ જી.એસ.ગોસરાણી કોલેજ (હરિયા કોલેજ) ખાતે યોજાશે. જામનગરમાં એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે વોલિબોલ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ ડીસીસી હાઇસ્કૂલમાં રસ્સા ખેંચ તથા સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં સ્વિમીંગ સ્પર્ધા યોજાઇ હતી. સ્વિમીંગમાં 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વોલિબોલ, રસ્સાખેંચ, સ્વિમીંગ સહિતની સ્પર્ધાઓનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.