ધ્રોલ તાલુકાના સોયલ ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં રાજકોટના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવમાં મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટમાં કોઠારિયા મેઈન રોડ પર આવેલા ન્યુ હુડકો મ્યુનિસીપાર્ટી કવાર્ટરમાં રહેતાં તેજશ કિરીટભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના યુવાને ગત શુક્રવારે બપોરના સમયે ધ્રોલ તાલુકાના સોયલ ગામના બસ સ્ટેન્ડ નજીક એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતકના ભાઈ કિશન રાઠોડએ જણાવ્યા અનુસાર તેજશે તેના મિત્ર હાર્દિકને લોન માટે ડોકયુમેન્ટ આપ્યા હતાં અને લોનના હપ્તાની રકમ ભરવાની ચિંતામાં એસિડ પી આપઘાત કર્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.