જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેતી તરૂણીને સગપણ થયેલા યુવક સાથે પ્રેમ થઇ જતા સગાઈ કરવાની ના પાડતા મનમાં લાગી આવતા તરૂણીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેતી કિરણબેન કાળુભાઈ વાઘેલા (ઉ.વ.14) નામની તરૂણીને સગપણ થયેલા દિનેશ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને જેથી દિનેશે કિરણને સગાઈ કરવાની ના પાડતા મનમાં લાગી આવતા રવિવારે રાત્રિના સમયે કિરણે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની ચંપાબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.