જામનગર તાલુકાના વસઈ ગામની ગોલાઈ નજીકથી પૂરઝડપે પસાર થતી અલ્ટો કારના ચાલકે કાબુ ગુમાવી રોંગસાઈડમાં જઈ ડીવાઈડર ટપાડીને યુવાનને હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વસઇ ગામની ગોલાઈ પાસેથી ગત તા.23 ફેબ્રુઆરીના બપોરના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-એસી-7356 નંબરની અલ્ટો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોંગસાઈડમાં જઈ ડિવાઈડર ટપીને હિતેશ ડાયાભાઈ ધવલ નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં હિતેશને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ કાનજી દ્વારા જાણ કરાતા હેકો જે.ઓ. ભીમાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અલ્ટોકારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.