Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૦.૮૫ લાખના ૩૪૫ કામો સર્વાનુમતે મંજુર

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૦.૮૫ લાખના ૩૪૫ કામો સર્વાનુમતે મંજુર

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

- Advertisement -

જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

- Advertisement -

આ બેઠકમાં જામનગર મંત્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવી અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જામનગર જિલ્લાના ૬ તાલુકાઓ તથા ૪ નગરપાલિકાના વિકાસ કામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઇ હેઠળ રૂ.૭૧૧.૦૫ લાખના ૨૯૧ કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. ૮૯.૮૦ લાખના ૪૫ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૦.૮૫ લાખનાં કુલ ૩૪૫ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય ચિરાગભાઇ, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, જી.એ.ડીના નિરીક્ષક, આયોજન અધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular