Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

કાલાવડમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

 પાસપોર્ટ વેરીફીકેશન માટે 600રૂપિયા લાંચ માંગી : એસીબીદ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી. રૂમ માં પાસપોર્ટ ના પોલીસ વેરીફીકેશનમાટે 600 રૂપિયાની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ને જામનગર એસીબી ની ટીમે રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગે ની વિગત મુજબ, ફરિયાદીએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. અને જામનગર જીલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ વેરીફીકેશન માટે જાગૃત નાગરિક પાસેથી કાલાવડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રકુમાર પટેલએ 600 રૂપિયા લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આવી લાંચ આપવા માંગવા આપતા ન હોય આ સંદર્ભે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી. જાડેજાને ફરિયાદ કરી હતી જેથી એસીબીએ આ લાંચનું છટકુ ગોઠવ્યું હતું.
છટકા મુજબ આજરોજ કાલાવડ પોલીસ સ્ટેશનમાં એલ.આઈ.બી. રૂમમાં સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રકુમાર પટેલને 600રૂપિયા ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ આરોપીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular