Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયએપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં લોકોને ભારત સરકારની ચેતવણી, કહ્યું કે...

એપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં લોકોને ભારત સરકારની ચેતવણી, કહ્યું કે…

- Advertisement -

એપલ કંપનીએ તાજેતરમાં iPhone, iPad, Apple TV, Mac અને Apple Watch સહિત તેના તમામ ઉપકરણો માટે અપડેટ્સ બહાર પાડ્યા છે. Apple એ iPhone યૂઝર્સ માટે iOS 15.4 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. એપલે તેના અન્ય ડીવાઈસ જેમ કે Apple Watch, iPad અને વધુ માટે અપડેટ પણ બહાર પાડ્યું છે. અપડેટ ડીવાઈસમાં શોધાયેલી ખામીઓને સુધારે છે તેથી ભારત સરકાર દ્વારા તમામ એપલ યુઝર્સને તેમના ડિવાઈસ અપડેટ કરવા માટે જણાવ્યુ છે.

- Advertisement -

ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ICERT), ભારત સરકારની સાયબર-સિક્યોરિટી વિંગએ એલર્ટ જારી કરીને એપલ ડિવાઈસનો ઉપયોગ કરતાં વપરાશકર્તાઓને તેમના ડીવાઈસ શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવા જણાવ્યું છે. તે Apple ડીવાઇસમાં ખામીઓને ઠીક કરવા માટે ઘણા સુરક્ષા અપડેટ્સ પણ લાવ્યા છે. આઈટી મંત્રાલય હેઠળ આવતા આઈસીઈઆરટીએ એપલ યુઝર્સ માટે નવી ચેતવણી જાહેર કરી છે. ઉચ્ચ જોખમની ચેતવણી Apple iPhone, Apple Watch, Apple TV, Apple iPad, Apple MacBooks અને કેટલાક Apple એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે છે.

ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે Apple પ્રોડક્ટમાં સંખ્યાબંધ ખામીઓ નોંધવામાં આવી છે જેનો ઉપયોગ ઉચ્ચ વિશેષાધિકારો મેળવવા, સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા, મનસ્વી કોડ કોડ દાખલ કરવા અને ટાર્ગેટ સિસ્ટમ્સ પર સંવેદનશીલ માહિતીને છતી કરવા માટે થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હાલની નબળાઈઓ હેકર્સને ઉપકરણની તમામ સુરક્ષા તપાસોને બાયપાસ કરીને વપરાશકર્તાના Apple ઉપકરણની ઍક્સેસ મેળવવા અને સંવેદનશીલ માહિતીને ઍક્સેસ કરવાની મંજૂરી આપી શકે છે.

- Advertisement -

ICERT એ એપ્સની યાદી પણ શેર કરી છે જે જોખમમાં છે.જેમાં Apple iOS અને iPadOS વર્ઝન 15.4 કરતા પહેલાના છે, Apple watchOS વર્ઝન 8.5થી પહેલાનું, Apple tvOS વર્ઝન 15.4 કરતા પહેલાનું, 12.12.3 પહેલાના Windows સંસ્કરણો માટે Apple iTunes, Apple macOS મોન્ટેરી વર્ઝન 12.3 પહેલાના, Apple macOS 11.6.5 પહેલાના બિગ યુર વર્ઝન, Apple macOS Catalina Apple TV સોફ્ટવેર વર્ઝન 7.9 પહેલાના, એપલ ગેરેજબેન્ડ વર્ઝન 10.4 પહેલાના, Apple Logic Pro X વર્ઝન 10.7 કરતા પહેલાના અને Apple Xcode આવૃત્તિઓ 13.3 પહેલાના વર્ઝનનો સમાંવેહ્સ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular