Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજમાં આજે નવા-જૂની

સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજમાં આજે નવા-જૂની

પૂર્વમંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં આજે રાજકોટમાં સમાજની બેઠક : રાદડિયાએ કહ્યું રાજકારણ અંગે બેઠકમાં કોઇ ચર્ચા નહીં થાય, માત્ર સામાજિક ચર્ચા : રાજકારણમાં જોડાવાનો નિર્ણય નરેશભાઇનો વ્યકિતગત : છેલ્લા કેટલાક દિવસથી ગરમાય રહ્યું રાજકારણ

- Advertisement -

રાજકોટમાં આજે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના સંકેત વચ્ચે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની મહત્ત્વની બેઠક આયોજિત થઈ રહી છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન થયું છે. વિધાનસભા ચૂંટણીનું વર્ષ સાથે સાથે બે વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે, જેથી સૌની નજર આ બેઠક પર રહેલી છે. આ બેઠકમાં ખોડલદામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સામેલ થશે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે એની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકોની નજર છે. જો કે, સમાજની આ બેઠક પહેલાં પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ જાહેર કર્યું છે કે, આ બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા થવાની નથી. આ રોઇ રાજકારણ અંગેની બેઠક નથી. માત્ર સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સમાજલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજકારણમાં જોડાવવું કે, નહીં તે નરેશભાઇનું વ્યકિતગત નિર્ણય હશે.

- Advertisement -

લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા, નાથદ્વારા સહિત યાત્રાધામના ચાલતા સમાજના પ્રમુખ જયેશ રાદડિયા છે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે એની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે. સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને લઇ નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબજ મહત્ત્વની ગણાય છે.

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના નીતિન ઢાંકેચા, પુરુષોત્તમ સાવલિયા, વિજય સખિયા અને હરદેવસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે 6 દિવસ પહેલાં રજૂઆત કરી હતી, જેમાં જિલ્લા બેંકમાં કથિત ભરતીકૌભાંડ ચાલતું હોવાનું જણાવાયું હતું. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા, ત્યારે 2002માં બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી, જેને લઈને ભરતીકૌભાંડ મામલે જયેશ રાદડિયાની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ પણ ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular