Saturday, December 6, 2025
Homeરાજ્યડુંગરાળી દેવળિયામાં બોરની સબમર્સીબલ મોટર ચોરી ગયા

ડુંગરાળી દેવળિયામાં બોરની સબમર્સીબલ મોટર ચોરી ગયા

કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળિયા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા પંચાયત હસ્તકના બોરની મોટર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ગ્રામ પંચાયત હસ્તકના બોરની સાડા બાર હોર્સપાવરની રૂા.20 હજારની કિંમતની પાણી પૂરવઠા વિભાગની સબ મર્સીબલ મોટર ગત તા.16 ના રાત્રિના સમયે દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની દિલીપ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular