આવતીકાલ તા.18 માર્ચ થી તા.20 માર્ચ સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.18 ના રોજ સવારે 11:30 થી 14:00 કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. ત્યારબાદ મસીતીયા ખાતે અશ્વ દોડ સ્પર્ધામાં હાજરી આપશે અને ઠેબા, હાપા, સુવરડા, વિજરખી, સપડા, ફાચરીયા, નાના થાવરીયા અને મીયાત્રા ગામ ખાતે લોકસંપર્ક યોજશે.
તા.19ના રોજ મંત્રી 08:00 કલાકે લખતર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં હાજરી આપશે. ત્યારબાદ 09:00 કલાકે લતીપુર ખાતે લતીપુર હાઇવે થી કૃષ્ણપુર રોડ અને લતીપુર થી થોરીયાળી રોડનું લોકાર્પણ કરશે. તેમજ 11:00 કલાકે ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન 2022 અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 થી ૦૪:૩૦કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. સાંજે 05:00 વાગ્યે મંત્રી સિક્કા ખાતે ભાજપ કાર્યાલયના ઉદઘાટન સમારહોમાં હાજરી આપશે.તા.૨૦ માર્ચ રવિવારના 09:30 કલાકે મોટીખાવડી ખાતે જામનગર જિલ્લા ભાજપ આયોજીત મેડીકલ કેમ્પમાં હાજરી આપશે.