Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયક્યાંક તમે પણ આ લિંક પરથી કાશ્મીર ફાઈલ્સ ડાઉનલોડ નથી કરી ને...

ક્યાંક તમે પણ આ લિંક પરથી કાશ્મીર ફાઈલ્સ ડાઉનલોડ નથી કરી ને ?

હાલ કાશ્મીર ફાઈલ્સ મૂવીની ચર્ચા દેશ ભરમાં થઇ રહી છે. ફિલ્મ જોવા માટે દેશભરમાં તમામ જગ્યાએ લોકો ઉમટી પડ્યા છે. તો સોશિયલ મીડિયામાં કાશ્મીર ફાઈલ્સ ડાઉનલોડ કરવા માટેની અનેક લિંક સામે આવી છે. પરંતુ અમુક લિંક પર ક્લિક કરતા જ ઘણા બધા લોકો સાઈબર ફ્રોડનો ભોગ બન્યા છે. કાશ્મીર ફાઇલ્સની મુવીજ ની લિંકથી તમારા બેંક એકાઉન્ટમાં ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે છે.

- Advertisement -

સોશિયલ મીડિયામાં મુવીની ફિશિંગ લિંક ફરી રહી છે જેના પર ક્લિક કરવાથી પર્સનલ ડેટા ચોરાઈ શકે છે અને તમારો ફોન કે કોમ્પ્યુટર પણ હેક થઇ શકે છે. માટે આવી લિંક પર ક્લિક ન કરવા પોલીસ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે. ફિશિંગ લિંક એક ફેક લિંક, APK ફાઇલ્સ એપ્લિકેશન છે. જેના થકી આ લિંક તમારા મોબાઇલ ઉપર તમારા નંબર પર મળી શકે છે. જે ડાઉનલોડ કરવાથી તમારો ડેટા હેક થઇ શકે છે. અને તમારા અકાઉન્ટ માંથી પૈસા પણ ઉપડી શકે છે. આ એક પ્રકારની ફિશિંગ લિંક છે કે, જે તમે ડાઉનલોડ કરતાની સાથે જ તમે તમારો એક્સેસ સામેવાળી પાર્ટીને આપી દો છો. જે તમારા ગેજેટમાં રહેલી તમામ વિગતો મેળવી શકે છે. માટે આવી લિંક પર ક્લિક ન કરી અન્ય ને ફોરવડ ન કરવા વડોદરા પોલીસ સહીત ગુજરાત પોલીસ દ્વારા પણ અપીલ કરાવામાં આવી છે.

પોલીસને ઈનપુટ મળ્યા છે કે સાયબર છેતરપિંડી નવી રિલીઝ થયેલી ફિલ્મ, ધ કાશ્મીર ફાઇલ્સની લિંક શેર કરવાના બહાને WhatsApp પર આવા માલવેર મોકલી શકે છે”, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (નોઈડા) રણવિજય સિંહે જણાવ્યું હતું કે, પોલીસને માત્ર એક પોલીસ સ્ટેશનમાંથી 24 કલાકના સમયગાળામાં સાયબર છેતરપિંડીની સમાન ફરિયાદો મળી હતી, જેમાં તેઓએ કુલ રૂ. 30 લાખ ગુમાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular