ખંભાળિયા પંથક સહિત દેવભૂમિ દ્વારકાના જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે બુધવારે સવારે ઝાંકળ ઉતરી આવી હતી. આ જ રીતે આજરોજ ગુરુવારે પણ સવારના સમયે ધુમ્મસ ભર્યો માહોલ છવાઈ ગયો હતો. ભર શિયાળે હોય તેવી ઘેરી ધુમ્મસ ઉતરી આવતા ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઝાંકળના કારણે સવારે ઠંડક બાદ બપોરે ગરમી ભર્યો માહોલ છવાઈ જાય છે.