પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે જામનગર ભાજપ રમત-ગમત સેલ ક્ધવીનર પ્રિતીબેન શુકલા અને સભ્યો દ્વારા યોગ અને સેલ્ફડિફેન્સનો કાર્યક્રમ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ગુસા મહેતા સ્કૂલમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, સ્ટે.કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, કોર્પોરેટર અને પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, કોર્પોરેટર અલ્કાબા જાડેજા, પરાગભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, રેખાબેન વેગડ, ધારાબેન પટેલ, પ્રમુખ ટ્રસ્ટી કરશનભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્થભાઇ અને આચાર્ય હીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ નિદર્શન બ્રિજલ ડેર દ્વારા કરવામાં આવ્યું હતું. તથા સેલ્ફ ડિફેન્સ નિદર્શન સંદિપભાઇ તથા તથા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.