Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મેયરે કરાવ્યો બાળ વેક્સિનેશનનો પ્રારંભ

જામનગરમાં મેયરે કરાવ્યો બાળ વેક્સિનેશનનો પ્રારંભ

સમગ્ર રાજ્યની સાથે જામનગર શહેરમાં પણ 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી આપવાનો પ્રારંભ થયો છે. કામદાર કોલોની સ્થિત જામ્યુકોના આરોગ્ય કેન્દ્ર પર મેયર બીનાબેન કોઠારીએ શહેરમાં બાળકોના રસિકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

આ તકે મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, સત્તાપક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર ડિમ્પલ રાવલ, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર શહેરના તમામ 12 આરોગ્ય કેન્દ્રો પરથી 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular