નાણાકીય વર્ષ માર્ચ એન્ડીંગના કારણે આગામી તા. 24 માર્ચથી 31 માર્ચ સુધી જામનગર (હાપા) માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાનુસાર માર્ચ એન્ડીંગ અંગે હાપા યાર્ડના વેપારીઓની રજૂઆતના અનુસંધાને 24થી 31 માર્ચ સુધી યાર્ડનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે તા. 23 માર્ચથી યાર્ડમાં તમામ જણસોની આવક પણ બંધ કરવામાં આવશે.