કાશ્મીરી પંડીતોના વિસ્થાપને રજૂ કરતી બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ હાલમાં લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ત્યારે આજરોજ જામનગરના મેહુલ સિનેમેકસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ શોમાં કાર્યકર્તાઓ સાથે આ ફિલ્મ નિહાળી હતી.
આ તકે જામનગરના વતની અને તિરંગા ફિલ્મ ફેમ દિગ્દર્શક મેહુલકુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય આર.સી. ફળદુ, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, ભાજપા અગ્રણી મનહરભાઈ ત્રિવેદી, દિનેશભાઈ પટેલ સહિતના ભાજપાના હોદ્ેદારો-અગ્રણીઓ-કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.