Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસ્થાયી સમિતિમાં 2.10 કરોડના કામોને બહાલી

સ્થાયી સમિતિમાં 2.10 કરોડના કામોને બહાલી

મનિષ કટારિયાની ગેરહાજરીમાં કેશુભાઇ માડમે સંભાળ્યું અધ્યક્ષસ્થાન

- Advertisement -

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂા. 2.10 કરોડના જુદા-જુદા કામોને મજૂરી આપવામાં આવી હતી. અધ્યક્ષ મનિષ કટારિયાની ગેરહાજરીમાં સભ્ય કેશુભાઇ માડમના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના જુદા-જુદા વોર્ડમાં રોડ સાઇડ કરવામાં આવેલાં પ્લાન્ટેશનના પાણી પીવડાવવા માટે પાંચ લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જયારે નાણાંપંચની ગ્રાન્ટ અંતગર્ત કાલાવડ નાકાબહાર કલ્યાણ ચોકથી મોરકંડા ગામના બ્રીજ સુધી રસ્તાને પહોળી કરી તેમના પર ડામર કારપેટ કરવા માટે રૂા. 1.32 કરોડનું ખર્ચનો સૈધ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો હતો. જયારે વોટરવર્કસના કામો માટે 73.52 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.સોમવારે યોજાયેલી બેઠકમાં સમિતિના 9 સભ્યો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, નાયબ કમિશનર એ.કે. વસ્તાણી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular