જામનગરમાં આવેલ લાખોટા તળાવ શહેરનું રમણીય અને સૌંદર્ય સ્થળ છે. અનુરૂપ વાતાવરણના લીધે મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે. અને આ તળાવમાં દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે.
અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળતી હોવાથી અહીં 130 થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે. પરંતુ ઘણા સમયથી દેશી અને વિદેશી પક્ષીઓને ચણ કરતા વધુ ગાંઠીયા, બિસ્કીટ જેવા મનુષ્યની ખાદ્ય વસ્તુઓ નાખાવામાં આવે છે. જેના લીધે પક્ષીઓના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. ત્યારે જામનગર શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી જીગર રાવલ, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, વોર્ડ નંબર 12ના કોર્પોરેટ જેનમબેન ખફી, કર્ણદેવસિંહ જાડેજા, કે.પી.બથવાર, સાજીદ બલોચ, સહિત કોંગી કાર્યકરો દ્વારા કમિશ્નર ને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે 6 માસ અગાઉ તા. 4 સપ્ટેમ્બરના રોજ તળાવના પાછળના વિસ્તારમાં 35 પક્ષીઓના ટપોટપ મોતને ભેટ્યા હતાં. ત્યારે આવી ઘટના ફરી સામે ન આવે તે માટે ગાંઠીયા, બિસ્કીટ જેવી મનુષ્યની ખાદ્ય વસ્તુઓ બંધ કરવામાં આવે તેવી જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડીને રજૂઆત કરી હતી.