Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રથમ મેચમાં રિલાયન્સ ઇલેવન તથા બીજા મેચમાં કમિશનર ઇલેવનનો વિજય

પ્રથમ મેચમાં રિલાયન્સ ઇલેવન તથા બીજા મેચમાં કમિશનર ઇલેવનનો વિજય

સ્ટે. કમિટી ચેરમેન, શાસકપક્ષ નેતા તથા કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

- Advertisement -

75માં આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલાર ટ્રોફી 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના પ્રથમ મેચનો સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, રમત-ગમત સાંસ્કૃત્તિક સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા, વિરોધપક્ષ નેતા આનંદભાઇ રાઠોડ, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા તથા કમિશનર વિજયકુમાર ખરાડીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ રિલાયન્સ ઇલેવન અને પીજીવીસીએલ વચ્ચે રમાઇ હતી. જેમાં પીજીવીસીએલએ નિલેશના 26 રનની મદદથી 138 રન બનાવ્યા હતાં. રિલાયન્સ ઇલેવન તરફથી દિક્ષીતભાઇ તથા જીગ્નેશભાઇએ 2-2 વિકેટ મેળવી હતી. રિલાયન્સ ઇલેવને 14 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 139 રનનો લક્ષયાંક હાંસલ કરી વિજય મેળવ્યો હતો. જેમાં પ્રશાંત 29 રન, સમિર રાવલ 29 રન, ખંજનના 25 રન મુખ્ય હતાં.

બીજો મેચ કમિશનર ઇલેવન અને રોકર્સ ટીમ વચ્ચે રમાયો હતો. જેનો પ્રારંભ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા કરવામાં આવ્યો હતો. કમિશનર ઇલવેનએ 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતાં. જેમાં અંકિત પટેલ 82 રન તથા આશિષ મકવાણા 59એ અણનમ રહ્યાં હતાં. રોકર્સ ઇલેવન તરફથી જીગ્નેશ અને પોથીકએ 2-2 વિકેટ ઝડપી હતી.

- Advertisement -

રોકર્સ ઇલેવન 91 રન ઓલઆઉટ થઇ જતાં કમિશનર ઇલેવનનો 110 રને વિજય થયો હતો. રોકર્સ ઇલેવન વતી અક્ષય પટેલે 34 રન બનાવ્યા હતાં. જ્યારે કમિશનર ઇલેવન તરફથી આશિષ, ભાવેશ અને વિજયને 2-2 વિકેટ મળી હતી. મેચમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ પણ બોલિંગ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular