જામનગર શહેરમાં સ્મશાન ચોકડીથી ગાંધીનગર ડીપી રોડ મુદ્દે નગરના વેપારી કેતન બદિયાણી દ્વારા ચળવળ શરુ કરાઇ હતી અને તાકિદે ડીપી મંજૂર કરવા માગણી કરાઇ હતી. જે માટે આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરીજનોના મંતવ્યો તથા સલાહને ધ્યાને લઇ મિટિંગ રદ્ કરવામાં આવી છે.
જામનગર શહેરના ડેવલોપમેન્ટ માટે નાગનાથ ગેઇટ સર્કલથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીના ડીપી રોડ મુદ્ે વેપારી અગ્રણી કેતનભાઇ બદિયાણી દ્વારા ચળવળ શરુ કરાઇ હતી. આ અંગે કેતનભાઇએ જણાવ્યું છે કે, આ ચળવળમાં કોઇ અંગત સ્વાર્થ ન હતો કે, કોઇ મોટા બિલ્ડર કે, રાજકીય પીઠબળ પણ ન હતું. માત્ર આ વિસ્તારના લોકોને લાઇટ, સારા રસ્તા, સાફ-સફાઇ અને વધુ સુખાકારી મળે તેવી અંગત લાગણી હતી. આમ છતાં કોઇ નાગરિકોને ઠેસ પહોંચી હોય તો તેમની માફી માગી તેમના આ વિચારથી કોઇનું દિલ દુભાયુ હોય તો આ ચળવળ અને વિચાર પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમજ આજની મિટિંગ પણ કેન્સલ કરી છે. શહેરીજનો તથા શુભેચ્છકોના સલાહ-સૂચનને અંતે ડીપી રોડ તાત્કાલિક કરવાના વિચારને પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો.