Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયએક બર્ગરની કિંમત રૂ.26000 થઇ ! , છતાં પણ લોકોની લાઈનો લાગી......

એક બર્ગરની કિંમત રૂ.26000 થઇ ! , છતાં પણ લોકોની લાઈનો લાગી… કારણકે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 17 દિવસ થયા છે. ત્યારે અનેક કંપનીઓએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે. ફાસ્ટ ફૂડની કંપની મેકડૉનલ્ડ્સએ પણ ઘોષણા કરી છે કે તે રશિયામાં પોતાના 850 રેસ્ટોરેંટને અસ્થાઇ રૂપથી બંધ કરવા જઇ રહી છે. જેના પરિણામે રશિયાના લોકો મેકડૉનલ્ડ્સની લાસ્ટ બાઈટ ખાવા માટે પડાપડી કરી રહ્યા છે. અને અહીં બર્ગર ખાવા માટે લોકોની લાઇનો લાગી છે.

- Advertisement -

મેકડૉનલ્ડ્સએ પોતાના રેસ્ટોરન્ટને બંધ કરવાની જાહેરાત કરતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ઘણા ફોટા, વિડીઓ વાયરલ થઇ રહ્યા છે જેમાં રશિયનોની આ ફૂડ કંપની પ્રત્યેની લોકપ્રિયતા દર્શાવે છે. રશિયામાં ઓનલાઇન બર્ગર વેચનારી એપ પર પર પણ એટલા ઓર્ડર આવી રહ્યા છે કે કોઈ વિચારી પણ ન શકે. રશિયામાં 3 કે 4 બર્ગર માટે 40,000 રૂબેલ એટલેકે ભારતીય ચલણમાં જોઈએ તો 26,000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે.

- Advertisement -

 

પેપ્સીથી લઈને કોકાકોલાએ પણ રશિયામાં વહેચાણ બંધ કરવાની જાહેરાત કરતાં કોકા કોલાનો ઓર્ડર લગભગ 1 હજારમાં (1500 રુબલ )માં ઉપલબ્ધ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં પુતિનની ઘણી ટીકાઓ થઇ રહી છે. જેના પરિણામે પેપ્સી , કોક, મેકડી જેવી તમામ મોટી બ્રાન્ડોએ કારોબાર સમેટવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular