જામનગર મહાનગરપાલિકા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત ક્રિકેટ બંગલા ખાતે તા.13 માર્ચથી 32 ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ જંગની શરૂઆત થશે. હાલાર ટ્રોફી ટુર્નામેન્ટ દરમ્યાન દરરોજ 2 મેચ 20-20 ઓવરના રમાડવામાં આવશે.
જેનો સમય સવારે 9 થી 1 અને બપોરે 2 થી 6 રાખવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત શહેરના ક્રિકેટરો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે . જેમાં ખુબજ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. તેમજ ટુંક સમયમાં 32 ટીમોની એન્ટ્રી આવેલ છે. જામનગરના ઉભરતા ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ તા.13 માર્ચનાં રોજ ક્રિકેટ બંગલા ખાતે જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ , સભ્યઓ અને કમિશ્નર દ્વારા સવારે 9 વાગ્યે પ્રારંભ કરાવવામાં આવશે.