Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરખાવડી પાસે દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેફ્ટી જેકેટનું વિતરણ

ખાવડી પાસે દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેફ્ટી જેકેટનું વિતરણ

રાત્રિના સમયે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પદયાત્રીઓની સુરક્ષા માટે સેફ્ટી જેકેટનું કરાયું વિતરણ

- Advertisement -

દ્વારકામાં હોળી ધુળેટી પર્વે ફુલડોલ ઉત્સવના દર્શનાર્થે દર વર્ષે હજારો પદયાત્રીઓ ઉમટી પડે છે.

- Advertisement -

ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ અનેક પદયાત્રીઓ પગપાળા પણ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે પદયાત્રિકોનો પ્રવાહ જામનગર દ્વારકા હાઇવે ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન થઈ તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. જેમાં રહેવા જમવા સહિત અનેક પ્રકારની સવલતો પદયાત્રી ઓને આપવામાં આવી રહી છે. તો અનેક કેમ્પમાં પદયાત્રીઓને પગમાં થતાં દુખાવા અંગેની દવાઓ અને પગમાં માલિસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાગ્ય લક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત યુવા સંગઠનના નેજા હેઠળ ખાવડી ગામ પાસે સેવા કેમ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આ સેવા કેમ્પ દ્વારા ધારાસભ્ય હાકુભા જાડેજાની હાજરીમાં પદયાત્રીઓ માટે સેફ્ટી જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પદયાત્રીઓનો રાત્રિના સમયે કોઈ અકસ્માત ન બને તે માટે પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ વાળા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular