Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવના ઉપક્રમે ઈસ્કોન મંદિરે ચૈતન્ય ચરિતામૃત કથાનું આયોજન

શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવના ઉપક્રમે ઈસ્કોન મંદિરે ચૈતન્ય ચરિતામૃત કથાનું આયોજન

- Advertisement -

જામનગર – રાજકોટ હાઈ-વે પર ધુંવાવ નજીક આવેલ ઈસ્કોન મંદિરમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવની ઉજવણી ના ઉપક્રમે તા.13 થી તા.18 માર્ચ દરમિયાન પ્રતિદિન સાંજે 6 થી 8:30 દરમિયાન ચૈતન્ય ચરિતામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સવ્યસાચી દાસજી વ્યાસપીઠ પરથી કથામૃતનું રસપાન કરાવશે.

- Advertisement -

તા.18 માર્ચને ગૌરપૂર્ણિમાના પર્વ પર વિવિધ ધર્મ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 4:30 કલાકે મંગળા આરતી, 7:30 કલાકે શ્રૃંગાર દર્શન અને ગુરૂ પુજા, 8 કલાકે શ્રી ગૌર કથા, 11 કલાકે ભજન કીર્તન, 12 કલાકે શ્રી ગૌર કથા, સાંજે 5 કલાકે ભજન કિર્તન, 5:30 કલાકે અભિષેક, 6:30 કલાકે ભોગ અર્પણ, 7 કલાકે આરતી, 7:30 કલાકે નાટયપ્રસ્તુતિ તથા 8 કલાકે મહાપ્રસાદ વિતરણ થશે.

તા.19 માર્ચે પણ વિશેષ કાર્યક્રમ અંતર્ગત સવારે 4:30 કલાકે મંગળા આરતી, 7:30 કલાકે શ્રૃંગાર દર્શન અને ગુરૂ પુજા તથા 8 કલાકે શ્રીમદ ભાગવતમ પ્રવચન યોજાશે. સર્વે કૃષ્ણભકતોને શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવનો લાભ લેવા મુરલીધરદાસ પ્રભુજી 94289 01896 દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં સેવા આપવા તથા અન્ય માહિતી માટે પ્રભુકૃપા દાસ (મો.99099 07948) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular