જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જામનગર એલસીબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પટેલ (મુંગરા) ને બઢતી આપવામાં આવી છે. એલસીબી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પટેલે કરેલ સરાહનીય કામગીરીને લઈને જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબી હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપી છે.