જામનગર તાલુકાના દરેડ ગામમાં ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં અને પાનમસાલાની દુકાન ચલાવતા યુવાનને ચાર શખ્સો ઘરે લઇ કાઠલો પકડી ફડાકોમ મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ઈન્દીરા કોલોનીમાં રહેતા ભાવુભા ઉર્ફે ભાવ સંગ લધુભા જાડેજા (ઉ.વ.49) નામના યુવાન પાન મસાલાની દુકાને હતાં ત્યારે મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સે આવીને ભાવુભાને તેના ઘરે લઈ જઇ કાઠલો પકડી ફડાકો માર્યો હતો અને પીએસઆઇને પણ માર્યા છે તેમજ ગગજી બચુભા ઝાલા, મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા, ભીખુભા દેવાજી જાડેજા નામના ત્રણ શખ્સોએ વેપારી યુવાનને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવની જાણ કરતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે ભાવુભાના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.