‘ર્માં તે ર્માં બીજા બધા વન વગડાના વા’ આપણી સંસ્કૃતિમાં મા ને સર્વોચ્ચ દરજજો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, પૃથ્વી પર ભગવાન જો કયાંય પણ હોય તો તે ર્માં ના સ્વરૂપમાં હોય છે. જયારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પોતાની માતા હિરાબાના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. માણસ ગમે તે ઉંચાઇએ હોય પરંતુ ર્માં પાસે તે લાડલો પુત્ર જ હોય છે. આજના સમયમાં આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાપઓને વિસરી રહ્યાં છીએ ત્યારે પ્રધાનમંત્રી મોદીની માતા હિરાબા સાથેની આ તસ્વીર આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાની યાદ દેવડાવે છે. પ્રધાનમંત્રીએ ગઇરાત્રે માતા હિરાબાના આશીર્વાદ લઇ તેમની સાથે પ્રેમભાવપૂર્વક ભોજન આરોગ્યું હતું.આ સમયે તેઓ એક પ્રધાનમંત્રીની પણ માતાના લાડલા અને આજ્ઞાકારી પુત્ર જણાતા હતા.