Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં એકલવાયુ જીવન જીવતા યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં એકલવાયુ જીવન જીવતા યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ બાબુભાઈ જોડ નામના 29 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે બપોરે પોતાના હાથે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રકાશભાઈ બાબુભાઈ જોડ (રહે. સંજયનગર, ઉ.વ. 41) એ ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેમનો નાનાભાઈ રાજુભાઈ એકલવાયું જીવન જીવતો હોવાથી વ્યથિત હાલતમાં તેણે અત્રે જામનગર હાઈવે પર ફર્નિચરના શોરૂમની સામે આવેલા પોતાના ભાઈના ગેરેજમાં રહેલા રવેશમાં લોખંડની આડીના પાઇપમાં સુતરની દોરી વળે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular