Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકેદાર લાલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કેદાર લાલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શહેરના એચ.જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે રવિવારે ટુર્નામેન્ટનો પ્રારંભ થશે : કુલ 81 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો : કોર્પોરેટરો તથા ભાજપના વોર્ડ પ્રમુખોની તથા શહેર ભાજપ સંગઠનની ટીમ પણ ભાગ લેશે

- Advertisement -

જામનગર શહેરના હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે પી.સી.સી. ગ્રુપના સહકારથી કેદાર લાલ કપ ઓલ વોર્ડ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રદર્શન મેદાન પર કરવામાં આવ્યું છે.

- Advertisement -

શહેરના તમામ 64 કોર્પોરેટરોની ટીમો તેમજ શહેરના તમામ 16 વોર્ડની ભાજપ સમિતિના પ્રમુખોની ટીમો અને શહેર ભાજપ સંગઠનની 1 ટીમ મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 81 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થશે. શહેરના પ્રદર્શન મેદાન પર રમાનારી આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ આગામી રવિવાર તા.13ના સાંજે 7 વાગ્યે થશે.

ક્રિકેટના કાશી કહેવાતાં આપણા જામનગર શહેરના પ્રદર્શન મેદાન પર આ કેદાર લાલ કપ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પી.સી.સી. ગ્રુપના યુવાનોની ટીમ સમગ્ર આયોજનમાં સાથે જોડાયેલી છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પ્રદર્શન મેદાન પર ખાસ પીચ તૈયાર કરવામાં આવી છે. સાથે સમગ્ર મેદાનને સમથળ કરવામાં આવ્યું છે. મેદાન પર પ્રકાશ માટે પુરતી લાઈટીંગ વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા આવનાર પ્રેક્ષ્ાકોને મેદાન પર કોમેન્ટ્રી માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -

આ કેદાર લાલ કપ મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રારંભના દિવસ તા.13 થી દરરોજ સાંજે 7થી મોડી રાત્રી સુધી છ-છ મેચ રમાડવામાં આવશે. શહેરના ક્રિકેટ શૌખીનોને આ ટુર્નામેન્ટ નિહાળવા આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular