Monday, December 23, 2024
Homeરાજ્યસલાયાનું વહાણ ‘અલ નુરે મામુસશા’ મધદરિયે ડૂબ્યું

સલાયાનું વહાણ ‘અલ નુરે મામુસશા’ મધદરિયે ડૂબ્યું

14 ખલાસીનો બચાવ-1 ખલાસી લાપતા

- Advertisement -

સલાયાના વહાણવટાના અગ્રણી આદમ ઇશાક સુંભણિયાની માલિકીનું ‘અલ નુરે માસુમશા’ બીડીઆઈ નં.1472 જેની અંદાજિત કેપેસીટી 1400 ટનની હતી. જેની અંદાજિત કિંમત છ કરોડ થાય છે.

- Advertisement -

આ વહાણ તા.10/03/2022 ના રોજ માલખાલી કરી. ખાલી વહાણ યમનના નિસ્તુન બંદરેથી નિકળ્યું હતું. આ વહાણમાં કુલ 15 ખલાસી ભાઈઓ હતાં. વહાણ નિકળ્યા બાદ ગુરૂવારના રાત્રિના 12 વાગ્યાના અરસામાં આ વહાણમાં અકસ્માતે આગ લાગી હતી અને જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ વહાણના ખલાસી ભાઈઓને ઓમાનની નેવી એ બચાવ્યા હતાં. જેમાંથી 14 ખલાસીનો બચાવ થયો હતો. એક ખલાસી લાપતા થયો હતો. આ લાપતા ખલાસી અમઝા ગની ચમડીયા છે. જોત જોતામાં વહાણ હરીમાં ડૂબી ગયું હતું. આ વહાણ માલ ખાલી કરી સલાયા બીજો માલ ભરવા જતું હતું. વહાણ ડૂબવાના સમાચાર સલાયામાં મળતા વહાણવટી ભાઈઓ તેમજ ગ્રામજનોમાં દુ:ખની લાગણી પ્રશરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular