Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસિકયોરિટી ગાર્ડના ઉમેદવારો પાસેથી નાણાં પડાવી વિશ્વાસઘાત

સિકયોરિટી ગાર્ડના ઉમેદવારો પાસેથી નાણાં પડાવી વિશ્વાસઘાત

જામનગર જિલ્લામાં સિકયોરિટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે ઉમેદવારો પાસેથી બે સિકયોરિટી એજન્સીના ત્રણ શખ્સો દ્વારા નાણાં ઉઘરાવી વિશ્વાસઘાત કર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં આવેલી કંપનીઓમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે ઉમેદવારો પાસેથી કોઇ પણ પ્રકારની રકમ લેવામાં આવતી ન હતી. તેમ છતાં બિલીવ સોલ્યુસન સર્વિસીસ અને સોલારીસ સર્વિસ કંપનીમાં સિકયોરીટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે આવેલા ઉમેદવારો પાસેથી કંપનીની જાણ વગર સુરેશકુમાર અમીલાલ (રહે.ઢાકી તા.તીજારા, જી. અલવર, રાજસ્થાન), વિજયશંકર નરેશકુમાર (રહે.માચા, તા. ભોગલીપુર, જી. કાનપુર) અને પ્રમોદકુમાર તીવારી (રહે. ફતેગઢ જી. જાફરાબાદ, યુ.પી.) નામના શખ્સો દ્વારા નાણાં ઉઘરાવી પોતાના અંગત ફાયદા માટે રકમ પડાવી લઇ ઉમેદવારો અને કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ અંગેની અજય રામેહર મલિક નામના યુવાન દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ.કંચવા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular