જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પાસેથી રીક્ષાચાલકને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1.20 લાખની કિંમતનો 12 કિલો ગાંજો મળી આવતા એસઓજીની ટીમે શખ્સને ઝડપી લઇ સિટી બી ડીવીઝનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખ્સ પથાર થવાની હેકો અરજણ કોડિયાતર અને સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે બાતમી મુજબની સીએનજી રીક્ષા જીજે-01-એવી-1831 નંબરના ચાલકને આંતરીને તલાસી લેતા અસ્પાક ઉર્ફે બાઠુમામા હુશેન માડકિયા તેના કબ્જામાંથી રૂા.1,20,000 ની કિંમતનો 12 કિલો ગાંજાનો જથ્થો અને રૂા.20 હજારની કિંમતની રીક્ષા તથા રૂા.100 ની રોકડ રકમ તેમજ રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ અને રૂા.200 ની કિંમતના રેગઝીનના બે નંગ થેલા મળી કુલ રૂા.1,40,800 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા ગાંજાના જથ્થામાં ધરારનગર 2 માં રહેતાં હમીદ ઉર્ફે ઝીણો ઉર્ફે લંગડો જુસબ પીંજારા નામના શખ્સની સંડોવણી ખુલતા એસઓજીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સીટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં.