જામનગર શહેરના સાત રસ્તા નજીક પીજીવીસીએલ પાસેની ઝુંપડપટ્ટી પાછળ આવેલી કેનાલમાંથી અજાણી યુવતીનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં પોલીસે સ્થળ પર પહોંચી ઓળખ મેળવવા અને મૃત્યુનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
જામનગરમાં કેનાલમાંથી યુવતીનો કોહવાઇ ગયેલો મૃતદેહ સાંપડયો#jamnagar #gujaratpolice #jamnagarpolice pic.twitter.com/AJXdszjuZL
— Khabar Gujarat (@khabargujarat) March 8, 2022
બનાવની વિગત મુજબ, જામનગરના સાત રસ્તા પાસેની ઝુંપડપટ્ટી પાછળ આવેલી કેનાલમાં કોઇ મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કેનાલમાંથી કોહવાઇ ગયેલી યુવતીનો મૃતદેહ બહાર કાઢી મૃત્કની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઓળખ મેળવતા મૃતદેહ સોનુબેન(ઉ.વ.18) નામની યુવતીનો હોવાનું પ્રાથમિક તારણમાં ખુલ્યું હતું. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.