આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ વાડીનાર ખાતેની તેની રિફાઇનરીમાં 51માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી હતી. કર્મચારીઓ અને કામદારોમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે એ માટે નેશનલ સેફટી કાઉન્સીલ દ્વારા અપાયેલા “સલામતી સંસ્કૃતિના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરો” વિષય સાથે 9 સ્પર્ધાઓમાં યોજવામાં આવી હતી જેમાં 5178 સહભાગીઓ બન્યા હતા. આ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
દર વર્ષે 11મી ફેબ્રુઆરીથી 4થી માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નયારા એનર્જીના સુરક્ષા વિભાગ દ્વારા વાડીનાર રિફાઇનરીમાં કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, કામદારો વગેરેમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે અને સતર્કતા કેળવાય એ માટે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા અંગેના જ્ઞાન મારફતે તકનીકી સાધનો સાથે સલામતી પૂર્વક કઈ રીતે કાર્ય કરી શકાય એ પ્રકારની માહિતીસભર સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેના વિષય ‘માત્ર એક મિનિટ – કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે જોખમની ઓળખ’, સૂત્ર સ્પર્ધા, કવિતા સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, સેફટી સ્કીટ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સેફટી ક્વિઝ, ટૂલ બોક્સ ટોક, ગેપ એસેસમેન્ટ રખાયા હતા. આ 9 સ્પર્ધાઓમાં કુલ 5178 સહભાગીઓ બન્યા હતા અને સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નયારા એનર્જીના ડિરેક્ટર અને રિફાઇનરી હેડ પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું કે સુરક્ષા કેળવવા માટે સેફટી કલ્ચરનો વિકાસ થવો ખુબજ જરૂરી હોય છે આથી નયારા એનર્જી દ્વારા એ વિષયને શરુઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દરેક કાર્યમાં સુરક્ષાને પાયામાં રાખવાથી નાનાં અને મોટાં જોખમોને અટકાવી શકાય છે. સુરક્ષિત કામગીરી એ એક પ્રકારની સિદ્ધિ છે.