દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના ગાંધીનગરી- ભૂંગા વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા દિનેશ ભગવાનજીભાઈ દેવમુરારી નામના 40 વર્ષના યુવાનને પોલીસે આર.કે. બંદર વિસ્તારમાંથી રૂપિયા 34 હજારની કિંમતની 68 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ ચતુરસિંહ તથા જયેશભાઈ ખીમાભાઈની ચોક્કસ બાતમી આધારે સફળતાપૂર્વક કરવામાં આવી હતી.