ઇન્કમટેકસ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 15થી 20 સ્થળોએ તમાકુનું ઉત્પાદન કરતા બાગબાન ગ્રુપ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
એટલું જ નહીં સિંધુભવન રોડ ઉપર આવેલ ઉર્મિલ બંગલોમાં રહેતા કૌશિક મજેઠીયા, રાજ્ય મજેઠીયા અને તેજસ મજેઠીયાના નિવાસસ્થાને પણ દરોડા પાડયા છે.
તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. એટલું જ નહીં બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું છે. જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે.