Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિભાજી સ્કુલનું સીલ ખોલી નાખવા એનએસયુઆઈની રજૂઆત

વિભાજી સ્કુલનું સીલ ખોલી નાખવા એનએસયુઆઈની રજૂઆત

ફાયર ઓફિસમાં જ એન.ઓ.સી.નથી અને સરકારી શાળા સીલ કરવામાં આવી

- Advertisement -

જામનગરમાં થોડા દિવસ પહેલા જામનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા વિભાજી સરકારી સ્કુલમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી સ્કુલને સીલ કરવામાં આવી છે. ત્યારે જામનગર એન. એસ. યુ. આઇ દ્વારા જામનગરના મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને પત્ર લખી વિદ્યાર્થીઓના હિતમાં વિભાજી સ્કુલનું સીલ ખોલી નાખવા રજુઆત કરી છે.

- Advertisement -

તેમને જણાવ્યું છે કે, સ્કુલમાં ફાયર સેફ્ટીનાં સાધનો હોવા જ જોઈએ તેવું અમારૂ પણ દ્રઢ પણે માનવુ છે. પરંતુ આપણી સરકારી સિસ્ટમમાં કોઈપણ કામ કરવું હોય તો પ્રોસેસ અને કાગળની કામગીરીમાંથી પસાર થવું પડે છે. અને ત્યાર બાદ ગ્રાંટ આવ્યે કામ કરાવી શકાય છે વિભાજી સ્કુલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે ઘણા બધા કાગળો સંલગ્ન કચેરીને લખવામાં પણ આવ્યા છે. જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ ફાયર સેફટીનાં સાધનોની ગ્રાંટ ફાળવવા રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -

સરકારી શાળામાં સીલ મારવામાં આવ્યું તો જ્યાંથી ફાયરની એન.ઓ.સી. આપવામાં આવે છે. તે કચેરીમાં પણ ફાયર સિસ્ટમ નથી કે, ફાયરની એન.ઓ.સી. નથી. તો નિયમ મુજબ ફાયરની કચેરીને પણ સીલ મારવુ જોઇએ. હાલ પરિક્ષાઓનો સમય શરૂ થવા જઇ રહ્યો છે. સરકારી સ્કુલમાં સીલ મારવું એ વિદ્યાર્થીના હીત સાથે ચેડા કરતો નિર્ણય છે. સરકારમાંથી ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી વિભાજી સ્કુલમાં ફાયર સેફ્ટીનું કામ શકય નથી માટે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઇને વિભાજી સ્કુલનું સીલ – ખોલી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જો રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આંદોલનની પણ ચિમકી ઉચારવામાં આવી છે.

આ તકે જામનગર યુવક કોંગે્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, યુવક કોંગે્રસ જામનગર 78 વિધાનસભા પ્રમુખ શકિતસિંહ જેઠવા, એનએસયુઆઈ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના કોંગે્રસના તથા એનએસયુઆઇના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular