જામનગર પત્રકાર મંડળની મહત્વની બેઠક રવિવાર તા.6ના રોજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં આજકાલના સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદીની પ્રમુખ પદે, ન્યુઝ 18 ના પત્રકાર અને અકિલાના ફોટો જર્નાલિસ્ટ કિંજલ કારસરીયાની મંત્રી પદે વરણી કરવામાં આવી હતી, ધર્મેશ રાવલ (સંદેશ) ઉપપ્રમુખ, પરેશ ફલીયા (નોબત) સહમંત્રી અને ખબર ગુજરાતના પત્રકાર સુચીત બારડની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી, આ મીટીંગમાં કારોબારી સભ્યમાં સંજય એમ.જાની, ભરત રાવલ, પરેશ શારડા, ગીરીશ ગણાત્રા, ડોલર રાવલ, સંજય આઇ.જાની, જગત રાવલ, ગુણવંતભાઇ જોશી, દિપક લાંબા અને અનિલ ગોહીલની વરણી કરવામાં આવી હતી. આમ, જામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની નિમણુંક થતાં તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.