Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઈયરફોન લગાવી રેલવે ટ્રેક પર જતા યુવકનું ટ્રેન હડફેટે આવી જતાં મોત

ઈયરફોન લગાવી રેલવે ટ્રેક પર જતા યુવકનું ટ્રેન હડફેટે આવી જતાં મોત

નાની બેદરકારી પરિવાર માટે બની આઘાતરૂપ : હેડકવાર્ટર પાછળ રહેતાં યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા કોળીના દંગા વિસ્તારમાં રહેતો યુવક રવિવારે સવારના સમયે રેલવે ટ્રેક પર કાનમાં ઈયરફોન લગાડીને ચાલતો હતો તે દરમિયાન પાછળથી આવતી ટ્રેનનો અવાજ ઈયરફોનના કારણે નહીં સંભળાતા ટ્રેન હેઠળ આવી જતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મોબાઇલનો ઉપયોગ કરતા યુવકો માટે ચેતવણીરૂપ કિસ્સાની વિગત મુજબ, જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ કોળીના દંગા વિસ્તારમાં મંગલમ્ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતાં ચિરાગ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ.21) નામનો યુવક રવિવારે સવારના સમયે તેના મોબાઇલમાં ઈયરફોન (હેન્ડસફ્રી) લગાડી રેલ્વે ટ્રેક ઉપર ચાલીને તેના ઘર તરફ જતો હતો તે દરમિયાન પાછળથી ટ્રેન આવતી હતી પરંતુ યુવકે કાનમાં લગાડેલા ઈયરફોનના કારણે ટ્રેનનો અવાજ કે વ્હીસલ સંભળાઇ ન હતી અને કાનમાં લગાડેલા ઈયરફોન લગાડી બેદરકારી પૂર્વક રેલવે ટ્રેક પર ચાલતા સમયે ટ્રેન હડફેટે આવી જતા આ અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એન.વી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

જેના આધારે પોલીસે મૃતકના પિતા રાજેશભાઈ રાઠોડના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુ:ખદ બાબત એ છે કે, સામાન્ય બેદરકારી પણ પરિવાર માટે કેવી આઘાતજનક બને છે તે આ કિસ્સામાં જોવા મળી રહી છે અને યુવકોએ મોબાઇલના ઉપયોગ વખતે ઈયરફોન લગાડતા સમયે કોઇ બેદરકારીથી ઘટના કે દુર્ઘટના ન થાય તે અંગેની સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. અગાઉ પણ અનેક શહેરોમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં આવી બેદરકારીના કારણે જિંદગીનો ભોગ લેવાવાની ઘટના આજના યુવા વર્ગ માટે ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular