જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત નાણાંની ફાળવણી અંગે વિધાનસભામાં પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા જેમાં ગ્રામ વિકાસમંત્રીએ વર્ષ 2020-21માં હાલારમાં કુલ 9,56,365 તથા વર્ષ 2021-22માં 9,81,885 માનવદિન રોજગારી ઉભી થઇ હોવાનું જણાવ્યું હતું.
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા ગ્રામ વિકાસ મંત્રીને તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં વર્ષવાર, જિલ્લાવાર મનરેગા યોજના અંતર્ગત કેટલા નાણાંની ફાળવણી કરવામાં આવી એની માહિતી માંગવામાં આવી હતી જેના પ્રત્યુતરમાં મનરેગા યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટ અન્વયે રાજયકક્ષાએથી કોઇપણ પ્રકારની ગ્રાન્ટ જિલ્લાવાર ફાળવવામાં આવી નથી. પરંતુ જિલ્લાવાર લાભાર્થીના ખાતામાં રકમ સીધી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર દ્વારા જમા થતી હોવાનું જણાવાયું હતું. તેમજ જિલ્લાવાર ફાળવેલ નાણાંમાંથી વર્ષ વાર કેટલા માનવદિન રોજગારી ઉભી થઇના પ્રત્યુતરમાં વર્ષ 2020-21માં જામનગરમાં 4,72,240, દ્વારકામાં 4,84,125 તથા વર્ષ 2021-22માં જામનગરમાં પ,31,880 તથા દ્વાકરામાં 4,50,005 માનવદિન રોજગારી થઇ હોવાનું જણાવાયું હતું. એક માનવદિનની રોજગારીના દર રર9 નકકી કરવામા આવ્યા હોવાનું જણાવાયું હતું.