12મી માર્ચથી યોજાનારા ખેલ મહાકુંભ ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. આ વખતે 45 વર્ષના ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં તેવું નક્કી કરાયું હતું તેમજ કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 36માંથી ગેમ ઘટાડોને 28 જેટલી કરી હતી પરંતુ આખરે તંત્ર જાગ્યું છે અને 45થી વધુ ઉમરના ખેલાડીઓને પણ ખેલ મહાકુંભમાં ભાગ લઇ શકશે અને માત્ર 28 નહોં પરંતુ અગાઉની જેમ તમામ 36 ગેમ્સને યથાવત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
આ વખતે ખેલ મહાકુંભની જાહેરાત સાથે કેબ્રુઆરીથી ખેલાડીઓ નું રજિસ્ટ્રેશન શરૂ થયું હતું જેમાં એવો નિયમ હતો કે તારીખ 1/1/1977 થી 31/ 12 /2011 દરમ્યાન જન્મેલા હોય તેવા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે જ્યારે ભૂતકાળમાં ખેલ મહાકુંભમાં ઉમરનો કોઇ પ્રતિબંધ નહોતો એટલે કે 45થી વધુ ઉમરના સ્ત્રી પુરુષ ખેલાડીઓ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હતા 45થી વધુ ઉમરના ખેલાડીઓ માટે ઓપન કેટેગરી રખાતી હતી જે આ વર્ષે કાઢી નાખવામાં આવી છે જેને કારણે હજારો ખેલાડીઓ ખેલ મહાકુંભ માં ભાગ ન લઇ શકે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. આ સંદર્ભમાં રાજ્યભરના ખેલાડીઓમાં ગણગણાટ શરૂ થયો હતો જેને પગલે તંત્રે રમત ગમત મંત્રીનું ધ્યાન દોર્યું હતું આખરે લાંબી ચર્ચા વિચારણા બાદ નિયમોમાં મહત્વના ફેરફારો કરાયા છે. જે મુજબ 45થી વધુ ઉંમરના ખેલાડીઓ પણ હવે આ ખેલ મહાકુંભમાં ભાગ લઇ શકશે તેઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરાશે એટલું જ નહીં જરૂર પડશે તો રજીસ્ટ્રેશન ની મુધ્તમાં વધારો કરાશે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને ગુજરાતના તમામ ખેલાડીઓએ વધાવી લીધો છે ખાસ કરીને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી રમતા સિનિયર ખેલાડીઓ માં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે કારણ કે હવે તેઓ પણ ખેલ મહાકુંભનો હિસ્સો બની પડશે.