Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતખેડૂતો માટે માઠા સમાચાર, આ દિવસોમાં માવઠાની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર, આ દિવસોમાં માવઠાની આગાહી

ગુજરાતમાં પાંચ દીવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.  સોમવારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રનું હવામાન સૂકું રહે તેવી શક્યતા જણાઈ રહી છે.

- Advertisement -

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 અને 8 માર્ચના દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો નર્મદા, ડાંગ , તાપી પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 7 માર્ચના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

શુક્રવાર સવારથી આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં નોંધાય જ્યારે તેના પછીના 3 દિવસ પ્રદેશ પ્રમાણે 2થી 3 ડિગ્રી ઉંચુ જઈ શકે છે. મંગળવારના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજથી સોમવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં  હવામન સુકું રહેશે. તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે.

- Advertisement -

તો IMD દ્વારા આ વર્ષે પણ  રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમીની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે ગરમીનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular