કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની જનહિતકારી યોજનાઓના અમલીકરણ તેમજ જિલ્લાની સંબંધિત કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષાના કરવાના હેતુથી જામનગર કલેક્ટર કચેરી ખાતે ડીસ્ટ્રીકલ ક્રો ઓર્ડીનેશન અને મોનીટરીંગની મીટીંગ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મહાનગરપાલિકાના કમિશ્નર, મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
બેઠકમાં સમગ્ર જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા સુખાકારી હેતુથી ચાલતા વિવિધ વિકાસકાર્યો તેમજ વિવિધ યોજનાઓના લક્ષ્યાંક, સિધ્ધી અને યોજના અમલીકરણ હેતુથી વહીવટી તંત્રને પડતી મુશ્કેલી બાબતે વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ યોજનાઓ હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.