Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsક્રુડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી...

ક્રુડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૪૬૮.૯૦ સામે ૫૫૯૨૧.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૯૩૧.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૫.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૬.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૧૦૨.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૧૩.૪૫ સામે ૧૬૭૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૪૫.૧૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૪.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૨૭.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગના શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી રહી હતી. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ખાસ યુએસ બજારોમા તેજી સાથે સ્થાનિક બેંચમાર્ક ઈન્ડાયસિસ ૧%થી વધુના ઉછાળા સાથે ખુલ્યાં હતા, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા શરૂઆતી કલાકમાં જ સમગ્ર તેજી ધોવાઈ ગઈ હતી. યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાએ યુક્રેનના અનેક શહેરોને તબાહ કરી રહ્યું હોવા સાથે હવે રશિયાએ ત્રીજું વિશ્વ યુદ્વ ન્યુક્લિયર વોર હશે અને વિશ્વ માટે સર્વનાશક બની રહેવાની ચેતવણી આપતાં આજે ભારતીય શેરબજારમાં  અપેક્ષિત ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

યુક્રેન – રશિયા યુદ્વ વચ્ચે વિશ્વને સપ્લાય થતાં ક્રુડના પુરવઠામાં ખેંચ ઊભી થવાની શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ૧૧૪ ડોલરની આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં આગામી દિવસોમાં ભારત સહિતના ક્રુડની ૮૦%થી વધુ આયાત પર નિર્ભર રાષ્ટ્રોની હાલત કફોડી બનવાના અને મોંઘવારી – ફુગાવો કાબૂ બહાર જવાના સ્પષ્ટ સંકેત સાથે રશિયા પર વિશ્વભરના પ્રતિબંધોને પરિણામે ભારતીય બેંકિંગ – ફાઈનાન્શિયલ ક્ષેત્રની એનપીએમાં પણ જંગી વધારો થવાની દહેશતે આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની સતત વેચવાલીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, આઇટી, ટેક, ટેલિકોમ, હેલ્થકેર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૦૩૫ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયા – યુક્રેનના યુદ્ધના પગલે આ બન્ને દેશોમાં તો મોટી ખુવારી થઈ છે પરંતુ યુદ્ધના પ્રત્યાઘાતોથી પણ વિશ્વના વિવિધ દેશો પર આર્થિક ભીંસના સ્વરૂપમાં પડયા છે. વિશ્વના  બધા દેશો સામે હવે સૌથી મોટો પડકાર ઊભો થયો છે ક્રૂડતેલના ઉછળતા ભાવોનો અને તેના પગલે રેકોર્ડ ગતિએ વધતા ફુગાવાનો. વૈશ્વિક બજારમાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. રશિયા  વિશ્વમાં ક્રૂડ નો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ઉછળી ઉંચામાં બેરલદીઠ ૧૧૪ ડોલર નજીક પહોંચી જતાં વ્યાપક ચકચાર જાગી છે.

ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭% વધી ગયા છે. એટલે સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે છે. ક્રૂડના આ ભાવ ૮ વર્ષની ટોચે છે પણ  ભારતમાં  હાલ ચૂંટણીનો માહોલ હોવાથી પેટ્રોલ તથા ડિઝલના ભાવ  સરકારે જાળવી રાખ્યા છે પરંતુ ચૂંટણીમાં મતદાનનો જેવો છેલ્લો  દિવસ પૂરો થશે કે તુરંત દેશમાં પેટ્રોલ – ડિઝલના ભાવ વધારી  દેવામાં આવશે એવી ભીતિ જોવાઈ રહી છે. આમ થશે તો  મોંઘવારી આકરી બનશે, ફુગાવો ઉંચો જશે અને રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવાની પણ ફરજ પડશે.

તા.૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૫૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૬૦૬ પોઈન્ટ થી ૧૬૬૭૬ પોઈન્ટ ૧૬૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૦૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૭૭ પોઈન્ટ થી ૩૫૩૦૩ પોઈન્ટ, ૩૫૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટેક મહિન્દ્ર ( ૧૪૩૨ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૧૩ ) :- રૂ.૮૯૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૩૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્સ ( ૬૭૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૦ થી રૂ.૭૦૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૭૦ થી રૂ.૨૩૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૭૬૧ ) :- રૂ.૧૭૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૪૩ ) :- રિયલ્ટી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૦૮ થી રૂ.૧૪૯૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહાનગર ગેસ ( ૭૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૭૨ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૬ થી રૂ.૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular