ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લામાં 5 કેન્દ્રો પર ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં જામનગરમાં આવેલ 3 કેન્દ્રો નેશનલ હાઇસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને સેન્ટ ફ્રાન્સીસ પર 1453 વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપી રહ્યા છે. તો ધ્રોલમાં આવેલ 2 કેન્દ્રો જી.એમ. પટેલ હાઈસ્કૂલ અને બી.એમ પટેલ હાઈસ્કુલ ખાતે 453 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
જામનગરમાં યોજાનાર ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના ઝોનલ તરીકે મધુબેન ભટ્ટ સંચાલન કરી રહ્યા છે. જામનગરમાં 5 કેન્દ્ર ખાતે કુલ 1506 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ પરીક્ષા 12 માર્ચ સુધી ચાલશે. હાલ તમામ કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે લિવામાં આવી રહી છે.